વલસાડ જિલ્લામાં વરસાદ,કપરાડામાં 7 ઇંચથી વધુ વરસાદ,જુઓ

સમગ્ર વિશ્વમાં કોરોના એ કાળો કહેર મચાવ્યો છે. ત્યારે ભારત માં કોરોના વાયરસ નો આંકડો સતત વધી રહ્યો છે.ત્યારે આજે કોરોના નો આંકડો દેશમાં 3 કરોડ અને 33 લાખ 60 હજાર ને પાર પહોંચ્યો છે. ત્યારે તેમાં ગુજરાત પણ બાકાત નથી. ગુજરાતમાં કોરોના નો આંકડો 8 લાખ અને 25 હજાર ને પાર પહોંચી ગયો છે.ત્યારે ગુજરાત રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી વરસાદ વરસી રહ્યો છે.હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યભરમાં વરસાદી માહોલ છવાયો છે. રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદ થવાની પણ આગાહી કરવામાં આવી છે, જ્યારે 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને 20 જિલ્લામાં આજે યેલો એલર્ટ આપવામાં આવ્યું છે.

Loading...

ત્યારે વલસાડ જિલ્લામાં મોડી રાતથી મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. જિલ્લામાં સૌથી વધુ કપરાડામાં 6.8 ઇંચ વરસાદ વરસ્યો છે. જ્યારે વલસાડમાં પણ 6.4 ઇંચ વરસાદ ખાબક્યો છે.વરસાદને પગલે મધુબન ડેમના 7 દરવાજા રાત્રે 1 વાગ્યે ખોલવામાં આવ્યા છે, જ્યારે કપરાડાના બૂરલા ગામે કોલક નદી ઉપર બનાવેલો લો લેવલ પુલ પાણીમાં ગરકાવ થતાં ચારથી પાંચ ગામ સંપર્ક વિહોણાં થયાં છે.

ગુલાબ વાવાઝોડાને પગલે રાજ્યમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી. આગાહીને પગલે વલસાડ જિલ્લામાં મોડી રાત્રે 1 વાગ્યાથી ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો છે. વરસાદને પગલે નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયાં છે, જેમાં વલસાડના ધીબી તળાવ વિસ્તારમાં પાણી ભરાઇ ગયાં છે. જ્યારે જિનતનગર, ગ્રીન પાર્ક, ભાગડાવડા તેમજ મોગરવાડી અને તિથલ રોડ પર પાણી ભરાયાં છે. છીપવાડ અંડરપાસ અને મોગરાવાડી અંડરપાસમાં પાણી ભરાતાં વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા.

વરસાદને પગલે મધુબન ડેમનું લેવલ 78.70 મીટર નોંધાયું છે. મધુબન ડેમના ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને કારણે ડેમમાં વરસાદી પાણીની આવક વધી રહી છે. ડેમમાં છેલ્લા 8 કલાકમાં ડેમના ઉપરવાસમાં 398.62 mm (15.94 ઇંચ) વરસાદ પડ્યો છે, જેને લઈને ડેમમાંથી રાત્રે 1 વાગ્યાથી સવારે 8 વાગ્યા સુધીમાં ડેમના 7 દરવાજા 2 મીટર ખુલ્લા રાખીને 8 લાખ 95 હજાર 345 ક્યૂસેક પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવ્યું હતું, જેને લઈને સેલવાસ, વલસાડ અને દમણના વહીવટી તંત્રને એલર્ટ કરી દેવામાં આવ્યાં હતાં, જ્યારે ડિઝાસ્ટર વિભાગે દમણ, સેલવાસ અને વલસાડ જિલ્લાના વાપી અને ઉમરગામના લોકોને નદીના તટથી દૂર રહેવા અને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *