હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી,અમદાવાદ,સુરત સહિત રાજ્યમાં અનેક જગ્યાએ વરસાદ,જુઓ વીડિયો

સમગ્ર વિશ્વમાં કોરોના એ કાળો કહેર મચાવ્યો છે. ત્યારે ભારત માં કોરોના વાયરસ નો આંકડો સતત વધી રહ્યો છે.ત્યારે આજે કોરોના નો આંકડો દેશમાં 3 કરોડ અને 30 લાખ 29 હજાર ને પાર પહોંચ્યો છે. ત્યારે તેમાં ગુજરાત પણ બાકાત નથી. ગુજરાતમાં કોરોના નો આંકડો 8 લાખ અને 25 હજાર ને પાર પહોંચી ગયો છે. તો હવે રાજ્યમાં ફરી વાર મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે.આજે રાજ્યમાં ઘણા દિવસો પછી વરસાદે એન્ટ્રી કરી છે.

Loading...

હવામાન વિભાગે રાજ્યમાં આજે સારા વરસાદની આગાહી કરી છેહવામાન વિભાગે કરેલી આગાહી મુજબ, સમુદ્રમાં ડીપ ડિપ્રેશનની સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતભરમાં વરસાદ પડી રહ્યો છે. 4 વાગ્યા સુધીમાં અમદાવાદ સિટી સહિત 65 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સમગ્ર સુરત શહેર અને આસપાસના તાલુકામાં વીજળીના કડાકાભડાકા સાથે ચાર કલાકમાં ચાર ઈંચ ખાબક્યો છે. આ સાથે સમગ્ર ગુજરાતમાં વરસાદ માહોલ સર્જાયો છે.

અમદાવાદમાં પણ કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો છે. ધોધમાર વરસાદના પગલે રસ્તાઓ પાણી-પાણી થઈ ગયા છે. સુરતમાં પાલનપુર, સલાબતપુરા સહિતના વિસ્તારમાં આવેલી સોસાયટીઓમાં પાણી ભરાયા છે. વહેલી સવારથી જ સમગ્ર આકાશ કાળાં ડિબાંગ વાદળોથી છવાયેલું હતું. બાર વાગ્યા બાદ વાતાવરણમાં પલટો આવતાં મુશળધાર વરસાદ ખાબક્યો છે. શહેરમાં સાર્વત્રિક વરસાદ થતાં જનજીવન પર એની સ્પષ્ટ અસર દેખાઈ હતી.

અમદાવાદ શહેરમાં બપોર બાદ વરસાદી માહોલ સર્જાયો હતો. અમદાવાદ શહેરના બોપલ, સેટેલાઈટ, એસજી હાઈવેનો પટ્ટો, સરખેજ, મકરબા, બોડકદેવ, થલતેજ, ઘાટલોડિયા, ગોતા, સરસપુર, કાલુપુર, અસારવા, અમરાઈવાડી, વટવા, જશોદાનગર, ખોખરા, વસ્ત્રાલ, નિકોલ, હાટકેશ્વર, ઓઢવ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જ્યારે રાજ્યના દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે.

સુરત શહેર સહિત તાલુકામાં વરસાદ વરસતા ખેડૂતોને થોડી રાહત થઈ છે. આ વખતે ચોમાસા દરમિયાન પ્રમાણસરનો વરસાદ ન થવાને કારણે ખેડૂતોની ચિંતા વધી છે. બીજી તરફ, ઉપરવાસમાં પણ વરસાદ ન થતાં ઉકાઇ ડેમમાં પાણીની આવક ખૂબ જ ધીમી જોવા મળી રહી છે, જેને કારણે ખેડૂતોને સિંચાઇનું પાણી યોગ્ય પ્રમાણમાં મળશે કે કેમ એ એક મોટો પ્રશ્ન છે. હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ વરસાદથી આ વર્ષે તો ખેડૂતોને મોટી રાહત થશે. ઉકાઇ ડેમમાં પાણીની આવક થાય તો પીવાના પાણીની સાથે સિંચાઈ માટે પૂરતું પાણી ખેડૂતોને મળી શકશે.

આજે સૌરાષ્ટ્રના અમરેલી, બોટાદ, ભાવનગરમાં સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે સુરત, નવસારી, તાપી, ભરૂચ, વલસાડ, ડાંગ અને નર્મદા જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની 20 સપ્ટેમ્બર સુધી રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી કરી છે.

આગામી 24 કલાકમાં બંગાળની ખાડીમાં લો-પ્રેશર રચાશે, જે 8 સપ્ટેમ્બર સુધી મજબૂત બની ડિપ્રેશન કે વેલમાર્ક લો-પ્રેશરમાં ફેરવાશે. જેને પગલે અમદાવાદ સહિત રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં 8થી 14 સપ્ટેમ્બર મધ્યમથી ભારે તથા કેટલીક જગ્યાએ અતિભારે વરસાદ પડશે. રાજ્યમાં વરસાદની જે ઘટ પડી છે ત્યારે રાહતના સમાચાર મળી શકે છે.

જુઓ વીડિયો:-

જુઓ વીડિયો:-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *