ગુજરાત

વિજય નેહરા થયા ભાવુક થઈને આભાર માની લખ્યું, ‘ અમદાવાદ મારા અસ્તિત્વથી………. Bye Bye..’

IAS વિજય નહેરાની અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર તરીકે બદલી થતાં જ અમદાવાદીઓમાં એક પ્રકારનો રોષ જોવા મળ્યો હતો. અને ગંદી રાજનીતિના કારણે વિજય નહેરાની બદલી કરવામાં આવી હોવાનું લોકોએ જણાવ્યું હતું. પણ બદલી થતાં જ અમદાવાદીઓએ વિજય નહેરાના સમર્થનમાં અભૂતપુર્વ પ્રતિસાદ આપ્યો હતો. જેને લઈ ખુદ વિજય નહેરા પણ ભાવુક થઈ ગયા હતા. અને અમદાવાદ છોડીને જતાં પહેલાં તેઓએ અમદાવાદનો આભાર માન્યો હતો.

Loading...

અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર તરીકે 2 વર્ષ સુધી કાર્ય કરી અને શહેરને વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો અપવવામાં ચાવીરૂપે ભૂમિકા ભજવનાર લોકપ્રિય સનદી અધિકારી વિજય નેહરાની બદલી થતા તેમણે સોશિયલ મીડિયા પર ભાવુક પોસ્ટ લખી છે. નેહરાએ લખ્યું છે કે ‘અમદાવાદ મારા અસ્તિત્વથી અલગ ન થઈ શકનારું અભિન્ન અંગ, બાય બાય’. વિજય નેહરાએ અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર તરીકે સારી કામગીરી કરી હોવાની વાતો સોશિયલ મીડિયા પર થઈ રહી છે. તેમના સમર્થનમાં સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ પણ શરૂ થઈ ગયો છે તેવામાં હવે પછી નેહરા અમદાવાદના પાલિકા કમિશનર બાદ સચિવ તરીકે ગાંધીનગરમાં ફરજ બજાવશે.


બદલી બાદ લોકોએ રોષ ઠાલવ્યો

દરમિયાન ઘટનાક્રમ ચકાસીએ તો વિજય નેહરાને પહેલા હોમ ક્વૉરન્ટીનના નામે તેમના રોલ પરથી કાતર ફેરવી વેતરી નાખવામાં આવ્યા હતા. આ ચર્ચાઓ સમી નહોતી ત્યાં તો ગઈકાલે રાત્રે તેમની અમદાવાદ પાલિકાના કમિશનરમાંથી ગ્રામિણ વિકાસ વિભાગના સચિવ તરીકે બદલી કરી દેવામાં આવી. નેહરાના સ્થાને પૂર્વ કમિશનર મુકેશ કુમારની નિયુક્ત કરી દેવાઈ. આ મામલાએ તૂલ પકડી હતી.

રાજ્ય સરકાર દ્વારા અમદાવાદના મ્યુનિસિપલ કમિશ્નર પદેથી વિજય નહેરાને હટાવવામાં આવ્યા છે. અને તેમની બદલી કરી રૂરલ ડેવલપેમેન્ટ વિભાગના કમિશ્નર બનાવવામાં આવ્યા છે. જ્યારે અમદાવાદના મ્યુનિસિપલ કમિશ્નરનો ચાર્જ મુકેશ કુમારને સોંપવામાં આવ્યો છે. તો મેરિટાઈમ બોર્ડના એમડી તરીકેનો ચાર્જ અવંતિકા સિંઘને સોંપાયો છે. અમદાવાદમાં વધતા જતા કોરોનાના વ્યાપ વચ્ચે અમદાવાદ મ્યુન્સિપલ કમિશનર પદેથી વિજય નહેરાને દૂર કરવામા આવ્યા હતા. તે સમયે તેઓ સેલ્ફ કોરોન્ટિન થયા હોવાનુ કહેવાયું હતું.

અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર તરીકે મારા સમયગાળાને સફળ અને યાદગાર બનાવવા બદલ આભાર અમદાવાદ. તમે બધાએ જે અદભૂત સમર્થન આપ્યું છે તેનાથી આપણે ભેગા મળીને 2 વર્ષની અંદર ઘણી વસ્તુઓ હાંસલ કરી શક્યા છીએ. મેં જે આપ્યું છે તેના કરતાં વધારે મને મળ્યું છે. તમે બધાએ મને જે પ્રેમ અને આદર આપ્યો છે તે બદલ આપ તમામનો આભાર. હું જે લાયક છું તેનાં કરતાં તે ખુબ જ વધારે છે. અમદાવાદ સિટી હવે હંમેશાના માટે અસ્તિત્વનો અવિભાજ્ય ભાગ બની રહેશે. બાય બાય અમદાવાદ.

છેલ્લા ઘણા વર્ષોમાં કદાચ વિજય નહેરા પહેલાં એવાં મ્યુનિસિપલ કમિશનર હશે કે જેઓને અમદાવાદીઓ દ્વારા આટલો અભૂતપુર્વ પ્રેમ અને સન્માન મળ્યા હોય. અમદાવાદમાં હાલનાં કોઈ નેતાને નહીં મળ્યો હોય તેવો પ્રેમભાવ અને સમર્થન અમદાવાદીઓએ વિજય નહેરા માટે દર્શાવ્યું હતું. અમદાવાદીઓ માટે તે એક પ્રકારે હીરો બની ગયા હતા. પણ બીજી બાજુ એ છે કે વિજય નહેરાની બદલી સત્તા પક્ષ માટે એક આંચકારૂપ બની રહેશે. કેમ કે, નહેરાની બદલી થવાને કારણે લોકોમાં શાસક પક્ષ વિરુદ્ધ રોષ જોવા મળી રહ્યો છે. જે આગામી સમયમાં અમદાવાદ અને રાજ્યની ભાજપ સરકાર માટે નુકસાનરૂપ સાબિત થઈ શકે છે.

જો કે અંદરખાને ચર્ચા હતી કે વિજય નહેરાની મનમાની અને તેમના અણબનાવને કારણે તેઓને હટાવવામાં આવ્યા હોય શકે છે. વિજય નહેરાને હટાવી મુકશે કુમારને જવાબદારી સોંપાઈ હતી. જો કે તે સમયે આ જવાબદારી હંગામી જ હતી પરંતુ હવે અચાનક લોકડાઉન-4નો અમલ થાય તે પહેલાં જ વિજય નહેરાને અમદાવાદ મ્યુન્સિપલ કમિશનર પદેથી હટાવી કાયમી ધોરણે મુકેશ કુમારને ચાર્જ સોંપાયો છે.

અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરા કોઇ સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવ્યા હોવાથી 14 દિવસ માટે ક્વોરન્ટાઇન થયા હતા. ગયા અઠવાડિયે તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો પરંતુ સરકારે તેમણે પરત લેવાના બદલે રવિવારે તેમની બદલી કરી નાખી હતી. વિજય નેહરાને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી ગ્રામ્ય વિકાસ કમિશનર તરીકે બદલી કરવામાં આવી છે. વિજય નેહરાની જગ્યાએ ગુજરાત મેરિટાઇમ બોર્ડના વાઇસ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ કુમારની વધુ એક વખત અમદાવાદ મહાનગર પાલિકાના મ્યુનિસિપલ કમિશનર તરીકે નિમણૂંક કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *