સુરતના આ પટેલ યુવક યુવતીએ સગાઈ નો થતો ખર્ચ બચાવી સાદાઈ થી કરીને 2 જરૂરિયાત બાળકોનો શિક્ષણ ખર્ચ ઉઠાવશે

સમગ્ર વિશ્વમાં કોરોના એ કાળો કહેર મચાવ્યો છે. ત્યારે ભારત માં કોરોના વાયરસ નો આંકડો સતત વધી રહ્યો છે.ત્યારે આજે કોરોના નો આંકડો દેશમાં 3 કરોડ અને 08 લાખ 03 હજાર ને પાર પહોંચ્યો છે. ત્યારે તેમાં ગુજરાત પણ બાકાત નથી. ગુજરાતમાં કોરોના નો આંકડો 8 લાખ અને 21 હજાર ને પાર પહોંચી ગયો છે. ત્યારે સુરત શહેરમાં પણ કોરોના ના કેસો નોંધાયા છે.ત્યારે સૂરતના એક પટેલ યુવાન વિકાસ રાખોલિયા જેઓ પોતે ખુબજ નાની ઉંમર માં ઘણા સામાજિક કાર્યો સાથે જોડાયેલા છે અને તેઓ પોતાનો જન્મદિવસ પણ આશ્રમ ના નાના બાળકો સાથે ઉજવે છે.

Loading...

જયારે અમરેલી જિલ્લા ના લાઠી તાલુકામાં અકાળા ગામ ના વતની વિકાસ જયસુખ ભાઈ રાખોલીયા ની સગાઈ રિદ્ધિ વાડદોરીયા સાથે નક્કી થઈ અને તેઓએ એવું નક્કી કર્યું કે પોતાની સગાઈ ના ખર્ચના ખોટા દેખાડા ને બદલે તે રકમ નો ઉપયોગ શિક્ષણ પાછળ કરવો. અને જે જરૂરીયાત મંદ બાળક હોઈ તેવા 2 બાળકો સિલેક્ટ કરી અને તેમનો ભણવાનો ખર્ચ ઉપાડવો.

ત્યારે હવે વિકાસ રાખોલીયા એ પોતાની ફેસબુક ઉપર પોસ્ટ કરીને લખ્યું હતું કે,તમારા ઘરે આવતા પ્રસંગ ને એ રીતે ઉજવો કે એ પ્રસંગ, પ્રસંગ જ નહીં યાદગાર પ્રસંગ બની જાય..આ દેશ માં લાખો પરિવાર ના બાળકો એવા છે જે શિક્ષણ થી વંચિત છે.. કોઈ ને ફી નો પ્રોબ્લેમ છે તો કોઈ ને ઘર ની જવાબદારી.. ! હું આવા લાખો બાળકો સુધી તો નથી પોહચી વળવા નો પણ મદદ કરી શકું એટલા ને જરૂર કરીશ…

આજ રોજ સમાજ ના રીત રિવાજો પ્રમાણે અમે સગાય કરી ને બિન જરૂરી અને ખોટા ખર્ચા કર્યા વગર જે ખોટા અને બિનજરૂરી ખર્ચા ના પૈસા થતા હતા એ પૈસા ને અલગ કરી અમે બંને એ નક્કી કર્યા પ્રમાણે… બે એવા પરિવાર ના બાળકો કે જેમાંથી એક ને પપ્પા નથી તો એક ને ઘર ની આર્થિક પરિસ્થિતિ નબળી છે એવા બે બાળકો ને એક વર્ષ નો શૈક્ષણિક ખર્ચ ઉઠાવી એમને મદદરૂપ થવા નું નક્કી કર્યું…

ખોટા ખર્ચા – અને દેખાડો કરી પ્રસંગ કરશું તો સમાજ અને સમાજ માં રહેલ લોકો બે – પાંચ દિવસ વાહવાહી કરશે.. પણ એ ખર્ચ જો કોઈ આવા બાળક પાછળ વપરાશે, એનું કેરિયર બનશે તો એના અને એમના પરિવાર ના આશીર્વાદ મળશે..

“जरूरी नही रौशनि चरागों से ही हो,
शिक्षा से भी घर रौशन होते है .. ”

સારા કર્મ કરવાથી સરવાળો ચોક્કસ થાય, પણ જયારે કોઈના અંતરથી આશીર્વાદ મળે ત્યારે એનો ગુણાકાર થાય છે મારા વ્હાલા..આપ પણ આપના ઘરે આવતા સામાજિક પ્રસંગ માં કોઈ જરૂરિયાત વાળા પરિવાર ના બાળકો ને શૈક્ષણિક બાબતે મદદરૂપ થાવ એવી અભિયર્થના ઓ…

अशिक्षित को शिक्षा दो, अज्ञानी को ज्ञान
शिक्षा से ही बन शकता है

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *