વિરાટ કોહલીએ ODI ક્રિકેટમાં બનાવ્યો શાનદાર રેકોર્ડ,ગુવાહાટીમાં આ કારનામું કરીને રચ્યો ઈતિહાસ,જુઓ

ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ ગુવાહાટીમાં શ્રીલંકા સામેની પ્રથમ વનડેમાં સદી ફટકારીને ઈતિહાસ રચી દીધો છે. વિરાટ કોહલીએ શ્રીલંકા સામેની પ્રથમ વનડેમાં 87 બોલમાં 113 રન બનાવ્યા જેમાં 12 ચોગ્ગા અને 1 છગ્ગાનો સમાવેશ થાય છે. આ સાથે વિરાટ કોહલીએ મહાન બેટ્સમેન સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડી નાખ્યો છે.

Loading...

વિરાટ કોહલીએ ગુવાહાટીમાં શ્રીલંકા સામેની પ્રથમ વનડેમાં સદી ફટકારતાની સાથે જ મહાન બેટ્સમેન સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડી નાખ્યો છે. ગુવાહાટીમાં શ્રીલંકા સામેની પ્રથમ વનડેમાં સદી ફટકારતાની સાથે જ વિરાટ કોહલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 73 સદી ફટકારનાર પ્રથમ ક્રિકેટર બની ગયો છે. આ સાથે વિરાટ કોહલીએ સચિન તેંડુલકરનો મોટો રેકોર્ડ તોડી નાખ્યો છે.

વિરાટ કોહલીએ ગુવાહાટીમાં શ્રીલંકા સામેની પ્રથમ વનડેમાં સદી ફટકારતાની સાથે જ ભારતીય ધરતી પર 20 ODI સદી પૂરી કરી લીધી છે અને આ મામલામાં તેણે ભારતના મહાન બેટ્સમેન સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડી નાખ્યો છે. સચિન તેંડુલકરે ભારતની ધરતી પર 164 વનડેમાં 20 સદી ફટકારી છે. વિરાટ કોહલીએ ભારતની ધરતી પર માત્ર 102 વનડેમાં 20 સદી ફટકારીને સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડી નાખ્યો છે. ભારતીય ધરતી પર સૌથી ઝડપી 20 ODI સદી ફટકારવાના મામલે વિરાટ કોહલીએ સચિન તેંડુલકરને પાછળ છોડી દીધો છે.

કોહલીના નામે ટેસ્ટ, વનડે અને ટી-20 આંતરરાષ્ટ્રીયમાં કુલ 73 સદી છે. વિરાટ કોહલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારનાર વિશ્વનો બીજો બેટ્સમેન છે. ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગ 71 આંતરરાષ્ટ્રીય સદી સાથે ત્રીજા નંબર પર છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ સચિન તેંડુલકરના નામે છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 100 સદી ફટકારવાનો વર્લ્ડ રેકોર્ડ સચિન તેંડુલકરના નામે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *