વિરાટ કોહલીનો ગુસ્સા વાળો વીડિયો સોશિયલ મીડિયા પર થયો વાયરલ,ચાહકોએ કહ્યું આગામી ઇનિંગમાં..,જુઓ વિડીયો

એજાઝ પટેલની શાનદાર બોલિંગ અને મયંક અગ્રવાલની બીજી શાનદાર સદી છતાં વિરાટ કોહલીએ મુંબઈ ટેસ્ટના પ્રથમ દિવસે સોશિયલ મીડિયા પર પ્રભુત્વ જાળવી રાખ્યું છે. આ મેચમાં વિરાટ કોહલીને શૂન્યના સ્કોર પર આઉટ જાહેર કરવામાં આવ્યો હતો, ત્યારપછી તેની હરકતોનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. શુક્રવારે ન્યુઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટ મેચ દરમિયાન એજાઝ પટેલના બોલ પર અમ્પાયરે ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને એલબીડબ્લ્યુ આઉટ જાહેર કર્યો હતો. વિરાટ અમ્પાયરના નિર્ણયથી ખુશ નહોતો.

Loading...

લાંબા સમય સુધી મેદાન પર અમ્પાયર સાથે વાત કરી. પૂર્ણ સમય લીધા પછી પણ થર્ડ અમ્પાયરે તેને આઉટ કર્યો હતો. જ્યારે વિરાટ આઉટ થયા બાદ મેદાનની બહાર જઈ રહ્યો હતો ત્યારે તેણે બાઉન્ડ્રી લાઇન પર લગાવેલી જાહેરાતને પણ બેટથી ફટકારી હતી, માત્ર ચાર બોલ રમ્યા બાદ વિરાટને મેદાનની બહાર જવું પડ્યું હતું.

પેવેલિયનમાં પણ જ્યારે વિરાટ આ નિર્ણયનો રિપ્લે જોઈ રહ્યો હતો ત્યારે તેની પ્રતિક્રિયા જોવા જેવી હતી. તે પોતાને ખોટા નિર્ણયનો શિકાર માની રહ્યો હતો. આ ઘટના બીજા સત્રની 30મી ઓવરમાં બની હતી, જે વાસ્તવમાં મેચની પ્રથમ ઓવર હતી કારણ કે ભીના મેદાનને કારણે રમત અઢી કલાક મોડી પડી હતી. કોહલી ડાબા હાથના સ્પિનર એજાઝ પટેલના આર્મ બોલથી છેતરી ગયો તે પહેલા ઇજાઝે શુભમન ગિલ અને ચેતેશ્વર પૂજારાને આઉટ કર્યા, અમ્પાયર અનિલ ચૌધરીએ કોહલીને મેદાન પર આઉટ કર્યો પરંતુ ભારતીય કેપ્ટને તરત જ રિવ્યુ કર્યો.

જુઓ વીડિયો:-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *