જાણવા જેવું રાજનીતિ

ભાષાની નબળાઈ નડી ન હોત તો વિઠ્ઠલ રાદડિયા પ્રાદેશિક પક્ષ બનાવીને પણ CM બની શક્યા હોત

સ્વર્ગવાસ થયેલ વિઠ્ઠલ રાદડિયાને તેમના નજીકના માણસો યાદ કરી રહ્યા છે. તેમજ તેઓ કેટલા શક્તિશાળી હતા તેના કિસ્સાઓ કહી રહ્યા છે. વિઠ્ઠલ રાદડિયા આમ તો અજાતશત્રુ જેવા હતા. આમ છતાં તેમના 5 થી 6 અંગત મિત્રો હતા. જેમાં એકબીજાના સારા કે ખરાબ પ્રસંગે જવાનું વહેવાર હોય અને એકબીજાની ઘરે સાથે જમી લેતા હોય તેવા મિત્રો કહે છે કે વિઠ્ઠલ ભાઈ ગ્રેજ્યુએટ થયા હતા પરંતુ ગુજરાતી ભાષા સિવાય અન્ય ભાષાઓ પર તેમનું ખાસ પ્રભુત્વ ન હતું. તેમની સૌથી મોટી નબળાઈ જ આ હતી. જેને કારણે તેઓને રાજકીય રીતે આગળ વધવામાં મુશ્કેલી થઈ હતી. જાણકારો કહે છે કે જો તેઓએ પ્રાદેશિક પક્ષ સ્થાપ્યો હતો તેઓ પણ ગુજરાતના મુખ્યમંત્રી બની શક્યા હોત.

Loading...

કારણ કે બિહારમાં લાલુ પ્રસાદ યાદવ હોય કે રામવિલાસ પાસવાન હોય ઉત્તર પ્રદેશમાં મુલાયમસિંહ યાદવ હોય આ બધાની સરખામણીમાં વિઠ્ઠલ રાદડિયા ચાર ડગલા આગળ હતા. કારણ કે તેમને ખોટા ધંધા ગમતા ન હતા અને તેઓ સાચા અર્થમાં લોકોની અને સમાજની સેવા કરતા હતા. તેઓ કોઇ પણ પક્ષમાં હોય નાગરીકોને કોઈ ફરક લાગતો નહતો.

વિઠ્ઠલભાઈ કોંગ્રેસમાંથી પણ જીત્યા હતા અને ભાજપમાંથી કે શંકરસિંહના પક્ષ રાજપમાંથી પણ ચૂંટણી લડીને જીત્યા હતા. ખાસ કરીને સમાજના વૃદ્ધો અને વિદ્યાર્થીઓ માટે તેમને વિશેષ ચિંતા રહેતી હતી. સમાજના વિકાસ માટે તેઓ લોકડાયરો પણ રાખતા હતા. આશ્ચર્યની વાત એ છે કે તેઓ જ્યારે પણ આવો કાર્યક્રમ રાખતા હતા ત્યારે જ લોકો સ્વેચ્છાએ જ ફાળો આપતા હતા.

સુરતમાંથી લોકો કોથલા ભરીને પૈસા આપતા હતા જેમાંથી ઘણા લોકો નાણાની ગણતરી કર્યા વગરજ ફાળો આપી દેતા હતા. કોઈપણ ડાયરામાં દસ કરોડ કે તેથી વધુ નાણાં સરળતાથી ભેગા થતા હતા જેનો ઉપયોગ સમાજના વિવિધ કામો માટે કરાતો હતો તેઓએ ઈફકો અને ક્રિપકોમા પોતાની જવાબદારી પણ સંભાળી હતી.

તે સમયે યુપી, બિહાર ના લોકો આ બંને સંસ્થામાં વધુ પ્રમાણમાં હતા અને ગુજરાતીઓને આવવા દેતા ન હતા. પરંતુ વિઠ્ઠલભાઇએ વટથી ગુજરાતીઓને મહત્તમ સ્થાન આપ્યું હતું. એટલું જ નહીં ગુજરાતના ખેડૂતોને પણ તેઓ સમય અંતરે ફ્લાઈટમાં બેસાડીને દિલ્હી લઈ જતા હતા. તેમજ ત્યાં આગળ ખેડૂતોને ફરવું હોય તો પણ તમામ વ્યવસ્થા કરી આપતા હતા. ખેડૂતોને ફ્લાઈટમાં મોકલવાનું હજુ પણ ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *