ગુજરાત વરસાદ

ગુજરાતમાં આગામી 48 કલાકમાં કમોસમી વરસાદની હવામાન વિભાગે કરી આગાહી…

હવામાન વિભાગે અમદાવાદ સહિત અનેક જિલ્લામાં વાવાઝોડા, અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે. હવામાના અનુસાર આગામી 48 કલાક દરમિયાન રાજ્યમાં ચોમાસાનો અનુભવ થશે.એક તરફ ગુજરાત રાજ્ય કોરોના વાઈરસના કહેરનો સામનો કરી રહ્યું છે, બીજી તરફ રાજ્યમાં પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. હવામાન વિભાગે આગામી 27 માર્ચ સુધી રાજ્યના મોટાભાગના શહેરોમાં વરસાદ પડશે તેમ જણાવ્યું છે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો ગઇ કાલથી જ વરસાદી ઝાપટાં પડવા લાગ્યા છે. કચ્છના સામખિયાળી વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે. તેમજ જંગીમાં વરસાદથી ખેતીને નુકસાન પહોંચ્યું છે. જ્યારે આજે અમદાવાદ, વડોદરા, ભરૂચ અને કચ્છમાં પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ પડ્યો હતો. જેના કારણે ખેડૂતો ચિંતામાં મૂકાયા છે.

Loading...

ઉલ્લેખનીય છે કે, ગઈ કાલે રિમથક સાપુતારા સહિત વઘઇ, આહવા,ચિંચલી,સુબિર પંથકમાં સતત ત્રીજા દિવસે વાતાવરણમાં પલટો આવતા ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસી પડ્યો હતો.તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં બપોર બાદ ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. થોડી મિનિટો માટે આવેલા વરસાદ સાથે વીજળીના કડાકા ભડાકા થઈ રહ્યા હતા. દરમિયાન સોનગઢના ચોમેર ગામે મહિલા ગંભીર હાલતમાં સોનગઢ રેફરલ હોસ્પીટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવેલ છે. ચોમેર ગામમાં રહેતા પરિવારના નળીયાવાળા મકાન પર વીજળી પડી હતી. જેને લઈને મહિલાના માથામાં ઈજા પહોંચી હતી.

મળતી માહિતી મુજબ ગિરિમથક સાપુતારા સહિત વઘઇ,આહવા,ચિંચલી,સુબિર ના વિસ્તારોમાં સવાર થિજ વાદળછાયું વાતાવરણ બાદ બપોરે 3 વાગ્યા ના અરસા માં આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાય જતા પવન ના સુસવાટા અને વીજળીના કડાકા ભડાકા સાથે અડધો કલાલ ધોધમાર વરસાદ તૂટી પડતા માર્ગો પર પાણી ફરી વળ્યાં હતા.બુધવારે બપોરે પડેલા કમોસમી વરસાદ ને પગલે ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળતા તેમાં એકઠો કરેલ પાક પલળી જતા આર્થિક નુકસાની વેઠવાની નોબત ઉભી થવા પામી હતી. જોકે લોકડાઉન માં ઘરમાં પુરાઈ રહેલા આદિવાસીઓ એ કમોસમી વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા ગરમી થી રાહત મેળવી હતી. ભારે પવન સાથે તૂટી પડેલ વરસાદ થી જિલ્લાભરમાં થી કોઈ નુકશાની કે જાનહાની ના અહેવાલ પ્રાપ્ત થઈ શક્યા ન હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *