viral video

અમરેલી જળ હોનારતના 5 વર્ષ પુરા થયા એ દિવસે કેવા હતા દર્દનાક દ્રશ્યો,જુઓ વિડીયો

અમરેલી_જળ_હોનારત:-૨૪ જૂન ૨૦૧૫, (વિક્રમ સંવત ૨૦૭૧ અષાઢ સુદ ૭) બુધવારના દિવસે થઈ હતી.આ દિવસે અમરેલી જિલ્લામાં વહેલી સવારે ૨ થી ૩ વાગ્યાના અરસામાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. એ પૂર્વે પણ રાત્રે વાવાઝોડા સાથે જોરદાર પવન ફૂંકાયો હતો. સવારથી બપોર સુધી ચાલુ રહેલા વરસાદમાં અંદાજીત ૬ કલાકમાં ૧૦ ઇંચથી માંડીને ૩૦ ઇંચ પાણી વરસ્યું હતું. સૌથી વધુ બગસરામાં ૩૦ ઇંચ વરસાદ નોંધાયો હતો. આજે 5 વર્ષ પુરા થયા છે.

Loading...

આ ૩૦ ઇંચ પૈકી ૨૨ ઇંચ વરસાદ છ કલાકમાં એક સાથે જ પડ્યો હતો સમગ્ર દિવસમાં કુલ ૩૦ ઇંચ વરસાદ નોંધાયો હતો. અમરેલી, ધારી, વડીયા, લીલીયા વગરે વિસ્તારોમાં સૌથી વધુ તબાહી સર્જાઇ હતી.

અતિવૃષ્ટિના કારણે સવારે ૮થી ૯ વાગ્યા સુધીમાં જિલ્લાના મધ્યમ સિંચાઇના તમામ ડેમોના દરવાજાઓ ખોલી નખાયા હતા જેથી નદીઓમાં એકાએક ઘોડાપુર આવતા મુખ્યત્વે જિલ્લાની સૌથી મોટી શેત્રુંજી અને બગસરામાંથી પસાર થતી સાતલ્લી નદીના પાણીએ ભારે વિનાશ લીલા સર્જી હતી.

ઠેર-ઠેર અનેક લોકો તણાયા હતા. મકાનો, શાળાઓ, દવાખાનાઓ, પંચાયત ઘરો જમીનદોસ્ત થઈ ગયા હતા. લોકોની ઘરવખરી અને માલસામાન પણ તણાઇ ગયો હતો. બપોરે વરસાદ બંધ થતા યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરુ કરાઇ હતી.

સવારથી જ જિલ્લામાં તમામ રસ્તાઓ બંધ થઈ ગયા હતા, વીજળી ગુલ થઈ ગઈ હતી, મોબાઇલના ટાવર પડી જવાના કારણે સંદેશા વ્યવહાર ઠપ્પ થઇ ગયો હતો.

જેથી બચાવ કામગીરી માટે ભારતીય સૈન્યના બે હેલિકોપ્ટર મોકલવામાં આવ્યા હતા જેના દ્વારા પાણીમાં ફસાયેલા ૭૦ લોકોને બચાવી લેવાયા હતા.

મુખ્ય ઘટનાઓ

બગસરાના જૂના વાઘણીયા ગામે બે પરિવારના ૧૩ વ્યક્તિઓના મોત.અમરેલીની ભંડારીયા નજીક આવેલી જવાહર નવોદય વિદ્યાલયના આચાર્યની પત્ની, પુત્ર અને પુત્રી તણાઇ જતા મોત. વિદ્યાલયના બે માળ પાણીમાં ડૂબી જતા જીવ બચાવવા છાત્રો છત પર ચડ્યા હતા.

અમરેલી-ગાવડકા વચ્ચે ગાયકવાડી સમયનો શેત્રુંજી નદી પરનો રેલ્વેનો પુલ તુટી જતા એક વર્ષ સુધી જિલ્લાનો તમામ ટ્રેન વ્યવહાર ઠપ્પ થઈ ગયો હતો.

૧૨ એશિયાટીક સિંહોના મૃતદેહો મળ્યા,જિલ્લાના ૫૮૪ ગામોમાં દિવસો સુધી વીજ પુરવઠો ઠપ્પ.જિલ્લાના મોટાભાગના માર્ગોનું ધોવાણ, દિવસો સુધી એસ.ટી. સહિતનો વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો હતો.

અમરેલીના લાપાળીયા પાસે હાઇવે પરથી કાર તણાઇ, બેના મોત.અમરેલીના સોનારીયા પાસે ૪ લોકો તણાયા હતા.બગસરાના પીઠડિયા ના કોઝવે પર થી બગસરા-રાજકોટ રુટની એસ.ટી. બસ તણાઇ જતાં ડ્રાઇવર-કંડક્ટર સહિત પાંચના મોત થયા હતા

આદીવાસી બાળકી અને માતા ને બચાવી લેવામાં આવ્યા હતા. પૂર ઓસરતા ઠેર-ઠેર પશુઓના મૃતદેહો વેરાયેલા જોવા મળ્યાં હતા.જિલ્લાના છેવાડાના ૩૫ ગામો દિવસો સુધી સંપર્ક વિહોણા રહ્યાં હતા

અમરેલી જિલ્લામાં પૂરગ્રસ્ત લોકોને હેલિકોપ્ટર, એનડીઆરેફ ટીમ, રેસ્કયુ ટીમ, ફાયર બ્રિગેડ ટીમ, જિલ્લા વહીવટી તંત્ર, પોલીસતંત્ર, સ્થાનિક સરપંચ, તલાટી, ગ્રામજનો, તરવૈયાઓ વગેરેની મદદથી કુલ ૪૧૯ લોકોને મરતા બચાવી લેવાયા હતા.

જ્યારે ૪૭ સ્થળોએથી વહીવટી તંત્રને લોકો ફસાયા હોવાથી બચાવવા માટેની ફરિયાદો મળી હતી.

અમરેલી જિલ્લામાં કુલ ૪૭ લોકોના મૃતદેહો મળ્યા હતા તેમજ ૭ લોકો હજુ ગુમ છે જેની કોઇ ભાળ મળી નથી.

ગુજરાત રાજ્યમાં સૌથી વધારે અસર અમરેલી જિલ્લામાં જોવા મળી હતી. ગીર સોમનાથ, ગોંડલ અને ઉત્તર ગુજરાતમાં પણ ભારે તબાહી થઈ હતી. અમરેલી જિલ્લામાં શેત્રુંજી અને સાતલ્લી નદીના પૂરે ભારે વિનાશ વેર્યો હતો.

જુઓ આ ત્રણ વિડીયો

જુઓ વિડીયો:1

હોનારતથી અમરેલી જિલ્લામાં સરકારી સર્વે મુજબ ૪૭ લોકો, ૬૫૬૪ પશુઓના મોત થયા હતા.

જુઓ વિડીયો :2

૭ લોકો હજુ ગાયબ છે. ૯૦૧ ઘર પડી ગયા હતા.૧૦૫૨૦ કુટુંબોની ઘરવખરી તણાઇ ગઇ હતી.૫૬૧૦૨ હેક્ટરમાં ખેતીપાકનું ધોવાણ અને ૪૮૨૩૫ હેક્ટરમાં ખેતીની જમીન ધોવાઇ ગઇ હતી. ૧૦૬૪૨૭ અસરગ્રસ્ત લોકોને કેશડોલ્સ અને ૮૨૩૨૬ અસરગ્રસ્ત ખેડૂતોને સહાય ચૂકવવામાં આવી હતી.

જુઓ વિડીયો:3

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *