યુઝવેન્દ્ર ચહલ ની મંગેતર ધનશ્રી વર્મા ના આ ફોટા તમે જોયા કે નહીં,જુઓ ફોટોઝ…

કોરોના ના આ કપરા કાળ માં ટીમ ઈન્ડિયાના લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલ તેના ચાહકોના ચહેરા પર સ્મિત લાવી દીધું છે. હકીકત માં યુઝવેન્દ્ર ચહલની સગાઈ થઈ ગઈ છે.ચહલની મંગેતર ધનશ્રી વર્મા છે.લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલ જેમણે તાજેતરમાં જ પોતાનો 30 મો જન્મદિવસ ઉજવ્યો હતો,હવે તેણે તેમના જીવનમાં નવી ઇનિંગ્સ શરૂ કરવાનું નક્કી કર્યું છે.

Loading...

યુઝવેન્દ્ર ચહલે કોરિયોગ્રાફર અને યુટ્યુબ પર્સનાલિટી ધનશ્રી વર્મા સાથે સગાઈ કરી છે, જેની તેમણે શનિવારે સોશિયલ મીડિયા દ્વારા માહિતી આપી હતી.યુઝવેન્દ્ર ચહલની મંગેતર ધનશ્રી વર્મા વિશે વાત કરીએ તો તે વ્યવસાયે ડેન્ટિસ્ટ, કોરિયોગ્રાફર અને યુટ્યુબર પણ છે. યુઝવેન્દ્ર ચહલ અને ધનાશ્રી વર્મા લાંબા સમય સુધી એકબીજા સાથે સમય ગાળ્યા બાદ સગાઈ કરી લીધી છે.

ધનશ્રી વર્મા મુંબઇની વતની છે. ચહલ અને ધનશ્રી ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા.ધનશ્રી વર્મા યુ ટ્યુબર પણ છે અને તેની પાસે નૃત્ય સંબંધિત યુટ્યુબ ચેનલ છે, આ ચેનલના 15 લાખથી વધુ સબ્સ્ક્રાઇબર્સ છે.

ધનશ્રી બોલીવુડના ગીતોને ફરીથી બનાવે છે. આ સિવાય તે હિપ-હોપ ટ્રેનિંગ પણ આપે છે. આ યુટ્યુબ ચેનલ પર તે પોતાની ડાન્સ એકેડમીના વીડિયો પણ અપલોડ કરે છે.યુઝવેન્દ્ર ચહલ ટૂંક સમયમાં આઈપીએલ માટે તેની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સાથે જોડાશે. ચહલની મંગેતર ધનશ્રી વર્મા ડેન્ટિસ્ટ છે. ધનશ્રીએ 2014 માં ડીવાય પાટિલ ડેન્ટલ કોલેજ નવી મુંબઈથી અભ્યાસ કર્યો હતો.

યુઝવેન્દ્ર ચહલની સગાઈ બાદ ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રીની સગાઈની શુભેચ્છા પાઠવી હતી. આ સિવાય અન્ય સાથી ક્રિકેટરોએ પણ યુઝવેન્દ્ર ચહલને અભિનંદન પાઠવ્યા હતા.આઈપીએલની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સે ચહલને અભિનંદન આપતાં લખ્યું છે કે, ‘આ બંનેને અભિનંદન. કિંગ્સ તરફથી યુજીને વ્યક્તિગત સલાહ: હંમેશાં રાણી ની સામે ઝૂકી ને રહેવું, નહીં તો તમે ફક્ત પરાજિત થશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *