ટેસ્લા માં કયા ભારતીયને પ્રથમ નોકરી મળી હતી,એલોન મસ્કે પોતે જણાવ્યું..,જુઓ

ઘણી મોટી બહુરાષ્ટ્રીય કંપનીઓમાં ભારતીય મૂળના લોકો ટોચના હોદ્દા પર કામ કરી રહ્યા છે. વિશ્વના સૌથી અમીર વ્યક્તિ એલોન મસ્ક પોતે પણ ભારતીય પ્રતિભાના ચાહક છે.

Loading...

તાજેતરના એક ઈન્ટરવ્યુમાં તેણે જણાવ્યું કે ભારતીય મૂળના ક્યા વ્યક્તિને તેની ઓટો કંપની ટેસ્લામાં પહેલી નોકરી મળી. રસપ્રદ વાત એ છે કે, ભારતીય મૂળના અશોક એલુસ્વામી જેમને ટેસ્લામાં પ્રથમ નોકરી મળી હતી, તેઓ હાલમાં સોફ્ટવેર વિભાગનું નેતૃત્વ કરે છે.

અશોક જાન્યુઆરી 2014માં ટેસ્લાના ઓટોપાયલટ વિભાગમાં જોડાયા હતા. ટેસ્લા સાથે સોફ્ટવેર એન્જિનિયર તરીકે કારકિર્દી શરૂ કરનાર અશોકને વારંવાર પ્રમોશન મળ્યા અને આજે તે કંપનીના સોફ્ટવેર યુનિટના વડા બની ગયા છે.

તેમને માત્ર બે વર્ષમાં પ્રથમ પ્રમોશન મળ્યું અને જૂન 2016માં તેમને સિનિયર સોફ્ટવેર એન્જિનિયર બનાવવામાં આવ્યા. આ પછી, સપ્ટેમ્બર 2017 માં, તેમને સિનિયર સ્ટાફ સોફ્ટવેર એન્જિનિયર બનાવવામાં આવ્યા. તેઓ મે 2019 થી સોફ્ટવેર યુનિટનું નેતૃત્વ કરી રહ્યા છે.

LinkedIn પર આપવામાં આવેલી માહિતી અનુસાર, અશોકે ચેન્નાઈની કોલેજ ઓફ એન્જિનિયરિંગ ગિન્ડીમાંથી ઈલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન એન્જિનિયરિંગની ડિગ્રી લીધી હતી. આ પછી તેણે કાર્નેગી મેલોન યુનિવર્સિટીમાં રોબોટિક્સ સિસ્ટમ્સ ડેવલપમેન્ટ વિષયમાં માસ્ટર્સનો અભ્યાસ કર્યો. ટેસ્લામાં જોડાતા પહેલા, તેમણે ફોક્સવેગન અને WABCO વ્હીકલ કંટ્રોલ સિસ્ટમ માટે કામ કર્યું હતું.

ટેસ્લાએ ઈન્ટરવ્યુમાં અશોકનો ઉલ્લેખ કરતા કહ્યું કે, “અશોક વાસ્તવમાં ઓટોપાયલટ એન્જિનિયરિંગના વડા છે. એન્ડ્રેજ એઆઈના ડાયરેક્ટર છે. સામાન્ય રીતે લોકો મને અને એન્ડ્રેજેને ઘણો જ શ્રેય આપે છે. ટેસ્લા ઓટોપાયલટ એઆઈ ટીમ ઘણી પ્રતિભાશાળી છે, જેમાં કેટલાક વિશ્વના સૌથી હોંશિયાર લોકો કામ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *